
Guru Purnima 2024 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. તેને વેદ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે
Guru Purnima 2024 Puja Vidhi, Shubh Muhurat: હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. તેને વેદ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે શિષ્યો ગુરુનો આભાર વ્યક્ત કરે છે, કારણ કે ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે અને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ, શુભ યોગ અને અન્ય જાણકારી.
ગુરુ પૂર્ણિમા 2024 તારીખ (Guru Purnima 2024 Date)
વૈદિક પંચાગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખ 20 જુલાઈના રોજ સાંજે 5.59 વાગ્યાથી શરૂ થાય છે. જે 21 જુલાઈના રોજ બપોરે 3.46 વાગ્યે સમાપ્ત થશે. તેથી ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024ના રોજ મનાવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમા 2024 પૂજા મુહૂર્ત (Guru Purnima 2024 Puja Muhurat)
ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે 5.46થી બપોરે 3.46 સુધી પૂજા કરી શકો છો.
ગુરુ પૂર્ણિમા 2024 શુભ યોગ (Guru Purnima 2024 Shubh Yog)
આ વર્ષે ગુરૂ પૂર્ણિમાના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે વિષ્કુંભ, પ્રીતિ યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સવારે 5.57 વાગ્યાથી શરૂ કરીને આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેવાનો છે.
ગુરુ પૂર્ણિમા 2024 પૂજા વિધિ (Guru Purnima 2024 Puja Vidhi)
ગુરૂ પૂર્ણિમાના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને બધા નિત્ય કામ કરીને સ્નાન કરી લો. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ફાયદાકારક સાબિત થાય છે. આ પછી સ્વચ્છ કપડા પહેર્યા બાદ તાંબાના લોટામાં પાણી, સિંદૂર અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો. આ સાથે તમારા આરાધ્યની વિધિવત રીતે પૂજા કરો.
આ પછી તમારા ગુરુઓને માળા વગેરે અર્પણ કરો. આ સાથે જ જો તમારા ગુરુ નજીકમાં રહેતા હોય તો તેમના ઘરે જઈને તેમના ચરણસ્પર્શ કરીને કેટલીક ભેટ આપો. જો ગુરુ આ સંસારમાં ન હોય તો તેમના સ્થાને ગુરુના ચરણ પાદુકાની પૂજા કરો. આ સિવાય જેમને ગુરુ નથી હોતા તેઓ આ દિવસે નવા ગુરુ પણ બનાવે છે.
ગુરુ પૂર્ણિમા 2024નું મહત્વ
કબીરદાસજીએ લખ્યું છે કે –
ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગું પાય. બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાયે.
આ ચૌપાઈમાં કબીર દાસ કહે છે કે જો ભગવાન અને ગુરુ ઊભા હોય તો પહેલા કોના ચરણસ્પર્શ કરવા જોઈએ. તેથી ગોવિંદે પોતે જ કહ્યું કે સૌથી પહેલા ગુરુના ચરણસ્પર્શ કરવાા જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુઓ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ગૌસેવા કરવાની સાથે જરૂરિયાતમંદોને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. આરોગ્યની પ્રાપ્તિ સાથે કુંડળીમાં ગુરુ દોષ સમાપ્ત થાય છે.
Tags:
Guru Purnima